#કતાર
વ્યથા પ્રભુની
આ લાંબી- લાંબી કતાર જોઈ
ફરી મુંઝાયા નીજ મંદિરે કોઈ,
યાદ કરે બેઠાં બેઠાં, તિથિ અને વાર
પછી મલકાયા આજે ન આવે પાર
જે આવે ખબર અંતર પુછવા ઈશના
એને કર્યા કેદ નીજ અંતર ખુદના..
ને જે લાવે વ્યથાઓ ઢગલાબંધ
તેણે કરે કેદ કેમેરા માં નજરબંધ,
પાર કરવા બેઠા વ્યથો બધાની
જોયા એકજ વાત અશાંતિની
કરી મોટા હસ્તાક્ષર પોતાના આમ
જાણે હોય કોઈ સરકારી કામ
હાશ કરી બેઠાં ત્યાં ફરી ખુલ્યા દ્વાર
યાદ આવ્યાં પેલા લોકડાઉન ના પાર
આ લાંબી- લાંબી કતાર જોઈ
ફરી મુંઝાયા નીજ મંદિરે કોઈ..
જય શ્રી કૃષ્ણ