અતિ સુદંર રચના 😐
આભ વરસે તો હું છત્રી લઈ લઉ
પણ નયન - વરસે તો શુ કરું ?
સિંહ ગરજે તો હું ભાગી યે જઊ ,
પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું ?
પગમાં કાટો ખટકે તો કાઢી લઊં ,
પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું ?
પીડા છલકે તો હું ગોળી લઈ લઉ ,
પણ વેદના છલકે તો શું કરું ?
રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉં ,
પણ રસ્તો બદલી નાખો તો શું કરું ?