કયાં,...... હોય છે???
લાગણીઓને કયાં, કશી ખબર હોય છે?
ઢળી જાય છે ત્યાં, જયાં નજર હોય છે!
જિંદગીની કયાં, કદી હસીન ડગર હોય છે?
મળી જાય છે ત્યાં, જયાં અસીમ પ્રયત્ન હોય છે!
પથ્થરની કયાં, હંમેશા પૂજનીય મુરત હોય છે?
પૂજાય જાય છે ત્યાં, જયાં ભક્તની વંદનીય નજર હોય છે!
બધી ઇમારત કયાં હંમેશા, તાજ હોય છે?
લોકપ્રિય થાય છે ત્યાં, જયાં શાહજહાં હોય છે!
પ્રેમની કયાં, હંમેશા આગવી કદર હોય છે?
બલિદાન થાય છે જયાં, ત્યાં પ્રેમ અમર હોય છે!!!
Neha Desai, USA