Gujarati Quote in Story by Rima

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનથી હારી ગયેલી નિશા ઘરના આંગણે ઉભી રહી પોતાના નસીબ ને કોસી રહી હતી. ત્યાં અચાનક જ એની નજર એક કરોળિયા ઉપર પડી. કરોળિયો જોત જોતામાં કેટલીય વાર જમીન પર પછડાયો પણ પાછી હિંમત ભેગી કરીને પોતાનું ઘર બનાવવામાં લાગી ગયો. ભલે ઘર એના નાજુક તાંતણાનું છે પણ ગૂંથયું છે ઘણુ મજબુત.

કરોળિયો જાણે એક મિસાલ બનીને જિંદગીના પાઠ સમજાવતો હોય કે પડ્યા વગર ક્યાં કાંઈ શિખાય છે, હિંમત હારી ને બેસવાથી સફળતાનો સ્વાદ ક્યાં ચખાય છે. ઘર ભલે નાજુક તાંતણા નું હોય પણ મજબૂત ગૂંથવાનું આપણે જ હોય છે.

નિશા ફરી પોતાની જિંદગી ને મજબૂત તાંતણા થી ગૂંથવામાં લાગી ગઈ. આજે નહીં તો કાલે સફળતા જરૂર મળશે એજ આશા સાથે તુટેલા સબંધો ને એક માળામાં પરોવતી ગઈ.

#મિસાલ

Gujarati Story by Rima : 111557456
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now