જિંદગીનું ગણિત ખૂબ સરળ છે,
પ્રશ્ન પેપર બધાનાં થોડા થોડા અલગ છે,
કોઈનું easy તો કોઈનું hard પેપર છે,
છતાં પણ દાખલા ગણવાના નિયમો થોડા સરળ છે,
નથી અહી પાયથાગોરસ નું કામ,
કે નથી (a²+b²) નાં નિયમો,
નથી x ગોતવાનું કે નથી y ની ઉંમર,
અહી તો બસ સરવાળે સમજોતા,
ને દુઃખોની બાદબાકી કરવાની છે,
બંનેમાંથી જ ગુણાકાર કરી ને,
જિંદગી નો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે,
પરિણામ તો ભગવાનના hard copy સાથે મલીજ જશે,
બસ ત્યાં સુધી દાખલા ગણ્યેજ રાખવાના છે.
B+ve
#દાખલો