Gujarati Quote in Story by CA Aanal Goswami Varma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે ગતિ એ આગળ વધી રહ્યો છે તું સિદ્ધાર્થ એ રીતે તો ક્યારે પછડાઇસ એ ખબર જ નઈ પડે ! આવું કેટલીય વાર કેહતી જુહી ! પણ સિદ્ધાર્થ ને તો નશો થઇ ગયો તો સફળતા નો ! અસલી દવા ઓ ની ટ્રાંસપોર્ટ ની સાથે નકલી દવાઓ પણ મોકલ વામાં આવતી અને આમ ગેર રીતે આચરી ને , સરકારી વિભાગ સાથે સાથ ગાંઠ કરી ખૂબ નફો કર્યો હતો સિદ્ધાર્થે !
માહિર એમ નો દીકરો ખૂબ ચબરાક અને પરાણે વ્હાલો લાગે એવો ! એક દિવસે એને કૂતરો કરડી ગયો અને એમાં માટે ધનૂર નું ઈન્જેકશન આપવામાં માં આવ્યું !
ઈન્જેકશન લીધા પછી માહિર ની તબિયત ખુબ ખરાબ થઇ ગઈ અને એ કોમા માં જતો રહ્યો ! કરમ ની બલિહારી તો જુવો કે એ ઈન્જેકશન સિદ્ધાર્થ ની કંપની નું હતું !
હવે સિદ્ધાર્થ નકલી દવા નથી બનાવતો અને ખુબ ઓછા નફા સાથે દવાઓ વેચે છે અને રોજ મિહિર ને જોઈને એ ભાન માં આવે એવી પ્રાર્થના કરે છે !

#ગતિ

Gujarati Story by CA Aanal Goswami Varma : 111556699
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now