Gujarati Quote in Poem by HETAL a Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગતિ
અકારણ તારી શરતોની ગતિ વધી,
ને ફરી, લાગણીઓ ભાવશુન્યતામાં ફરીવળી.
નદીના દીધેલા વહેણના વાયદાઓ,
લે સાગરને હવે મંજૂર નથી.

કોણે કીધું કે મોરલાના સાદમાં,
મેહુલાને હવે અચરજ નથી.
આજે સૂરજ ઊગ્યો છે કે,
વાદળીએ ઢાંકી છે આંખો

પતંગીયાની પાંખોમાં રેલાવતા રંગોએ,
આજે પાડી દીધી છે હડતાળો.
કે શરતોની ગતિએ તો પૈડાં થોભવ્યા,
ને પાદરથી આવી છે ખાલી કૈં વાતો.

■ હેતલ ગોહિલ ચૌહાણ

Gujarati Poem by HETAL a Chauhan : 111556520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now