ગતિ અને મતિ ની લગામ,
સોંપી દો ઈશ્વરના હાથમાં
ફક્ત કર્મ કરો અર્જુનની જેમ
જીત નિશ્ચિત છે આપણા હાથમાં.
જિંદગી ની લંબાઈ તો ઈશ્વરના હાથમાં
સંકડાશ કે પહોળાઈ આપણા હાથમાં
ઝઝૂમતા રહી એ મનની ગતિ થી
નસીબ નું સમીકરણ આપણા હાથમાં.
જો તેજ ગતિએ વાયરો ફૂંકાશે
તો દીવો બુઝી જશે પળવારમાં
જો દીવો ગતિ પકડશે
તો ખાક થઈ જશે બધું આગમાં.
કાંટાળા માર્ગો પણ સુવાળા થશે
રુદિયામાં હામ અને ગતિ હશે સાથમાં
અંધકારમાં પણ રોશન કેડીઓ થશે
રામ ના પગલા રહેશે તમારી સાથમાં.
#ગતિ