જીંદગી ની એક ચાહત તું રહી,
પ્રેમ ચોમાસા ની વાંછટ તું રહી.
આભમાંથી રોજ છલકે ચાંદની,
સાંજની એકાદ આદત તું રહી.
રોજ ઊઠી જોઈ લેતો બારણે,
સાચવી સંબંધ સાંકળ તું રહી.
આ પ્રણય પથ પર ભલે હું ચાલતો,
જીંદગીભર પ્રેમ પાગલ તું રહી.
વાયદા કરતા રહ્યા બન્ને મળી,
આચરણ માં રોજ આગળ તું રહી.