હોઠને સ્પર્શી ગઈ સુરા, તારી યાદ આવી ગઈ,
રાતના થઇ ગયા ચુરા, તારી યાદ આવી ગઈ.
આવી બાહોમાં તું મારી, દિલમાં સમાઈ જતી,
લાગણીની વરસાથી તું તન બદન ભીંજાય જતી.
નિઃસ્વાર્થ પ્રેમની હતી ધૂરા, તારી યકળ આવી ગઈ.
કઈક નશો રહ્યો છે મારામાં, તારા હોઠોના રસનો
નથી મળી એવી મદિરા, ઇન્તજાર રહ્યો તરસનો.
તું જ હતી પ્રેમની સુરા, તારી યાદ આવી ગઈ.
પ્યાલા ખાલી ફરી રહ્યા છે હવે જીવનની મહેફિલમાં,
પી રહ્યો છું હું આ કડવી મદિરા, અંગાર ઠરે દિલમાં.
મનોજ સપના રહ્યા અધૂરા, તારી યાદ આવી ગઈ.
મનોજ સંતોકી માનસ