ઘરનું આંગણું, નિયમો તો ઓળંગી ગયા.
એ અપશુકનિયાળ ક્ષણમાં કેમ વહી ગયા?
દિલ પર હાથ રાખી વિચારી જુવો ,
જેની આંગળી પકડી ચાલ્યા તેને છોડી ગયા.
જીવી તો જવાશે તમારાથી માબાપ વગર,
વિચારી જુઓ એમનું શું થશે તમારા વગર.
સમાજ થૂંકે છે તેમના આપેલ સંસ્કાર પર
લગ્ન કરે છે જે સંતાનો માબાપની સહમતિ વગર.
#અપશુકનિયાળ