Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપશુકનિયાળ

"જુઓ , મારા વિરાજને માંડ વીસ દિવસની રજા મળી તે પ્લેનની ટિક્ટિ બુક કરાવીને અમદાવાદ આવી ગયો. પહેલી જ તમારી વિહાની ને જોઈ અને અમારા વિરાજને ગમી ગઈ છે. જો વિહાનીની હા હોય તો કરો કંકુના. અને હા , અમે શુકન અપશુકનમાં માનતા નથી કમુરતામાં જ લઇએ ઘડિયાં લગ્ન " વિરાજ ના પપ્પા આ બધુ એક શ્વાસે બોલી ગયા. વિદેશથી આવીને ચાન માન ચટ્ટાક થઇને ફરતો વિરાજ વિહાનીને ગમી ગયો. અને કમુરતામાં જ ઘડિયાં લગ્ન લેવાયા. જો કે પાછળથી ખબર પડી કે વિરાજ વિદેશમાં મજૂરી કરે છે. પોતાની લાડલી ડબલ ગ્રેજ્યુએટ દીકરીને આમ આંધળો વિશ્વાસ મૂકીને વિરાજ સાથે પરણાવી દેવા બદલ વિહાનીના પપ્પાને ભારોભાર પસ્તાવો પણ થયો. અને વિચારી રહ્યા," કાશ કમુરતા ને અપશુકનિયાળ માનીને ઘડિયાં લગ્ન ન લીધા હોત અને વિરાજની પૂરેપૂરી જાણકારી મેળવી હોત તો આજે . . . . . "

Gujarati Story by Vihad Raval : 111553052
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now