મંદીના સમયમાં ફર્નિચરની દુકાનના માલિક પેશુમલ શેઠે પોતાના કારીગરોને ખખડાવ્યાં કે, ઘણો માલ પડ્યો છે અને હજુ તમારા લોકોનો પગાર પણ કરવાના છે. ક્યાંથી લાવીશ રૂપિયા! આટલા ટેંશન લઈને ક્યાં જવું! બપોરનાં સમયે શેઠ ઘરે જમવા ગયાં. એક કર્મચારીએ દુકાનની બહાર બોર્ડ માર્યું "ડિપ્રેશનથી છુટકારો મેળવવા માટે અહીં મળો". જોતજોતામાં ઘણાં ગ્રાહકોએ મુલાકાત લીધી અને આખી દુકાનમાંથી ઘણી વસ્તુઓ ખપી ગઈ. બપોરની ઊંઘ કરી શેઠ સાંજે ૫ વાગ્યે પરત ફર્યા. તેને નવાઈ લાગી કે, આ બધું શું? માલ તો ઘણો ખપી ગયો. પણ કેમ કરતાં!? તેથી રામુને પૂછ્યું કે કેમ કરતાં? કોઈ જાદુ કર્યો? શું છે જુગાડ? શેઠનાં બધાં પ્રશ્નોના જવાબ આપવા રામુ પેલા બોર્ડ પાસે શેઠને લઈ ગયો. શેઠને પણ વસ્તુ ખરીદવાનું કહ્યું અને તેને ઘરે જઈને તોડી નાખવાની...! આમ કહેતાં જ શેઠે દુકાનમાંથી ૨ ખુરશી, ૧ ટીપોઈ તોડી નાખી દુકાનમાં જ! સાંજે ખુશ થઈને પેશુમલ શેઠ બધાં કર્મચારીઓને જમાડવા લઈ ગયા!
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ