કાયર દુનિયા
દુનિયા છે સ્વારથીઓની,
માનવીને સમાજનાર કોઈ નથી
દિલના દર્દો જોઈ ખુશ થનાર છે
દિલના દર્દોને વહેચનારા કોઈ નથી
દુશ્મનોથી તો ઝહેર મળે છે,
સ્વજનો માથી પણ કોઈ અમ્રુત પાનારા નથી
દુનાઓ કરી નિર્દોષ બને છે
આંખે જોયા હોવા છતાં દોષી કહેનાર નથી
મતલબની છે દુનીયા ભરોષો કોના પર !
પારકા તો ઠીક પોતાના પણ સાથ દેનાર નથી
કેટલી થઈ ગઈ છે કાયર દુનિયા “ દેવ”
પીઠ પાછળ ઘા કરે સામે આવનાર કોઈ નથી.