હે મથુરા માં કારા તે વસે જન્મીયો કરવા તે કંસ નો વધ
એટલે જ કહેવાણો ..."શ્રી કૃષ્ણ "
દેવકી ના ગર્ભ માં જન્મ્યો પણ કહેવાણો નંદ -યશોદા નો લાલ
ગોકુલ નો નટખટ નખરાળો પણ હૈયે તો બધાને બહુ વ્હાલો રે ..
ન હતો પ્રેમ કે ન હતી , લાગણી ભાવ કોઈ ને ખબર રે
આવીયો કૃષ્ણ ને પ્રેમ કર્યો બધા ને અને કરતા શિખવીયું
બનાવી દુનિયા ને આજ રંગેબેરંગી રે ......
વિષ્ણુ અવતારે કૃષ્ણ થઈને આવીયો આપિયો ધર્મ તણો સંદેશ
રાક્ષસો નો નાશ કરીને કૃષ્ણ અવતાર રૂપ માં પાપીઓને કર્યા દુર્બન્ધ..
દ્વારિકા નગરી નો રાજા કહેવાણો અને પાંડોવો નો સારથી બની ને કર્યો
અધર્મ નો નાશ અને કીધું સત્ય કે "ધર્મ હી કર્મ હૈ .."
મર્યાદાપુરુષ રામ માંથી કહેવાણા "મન મોહન ગોવિંદ રે ."
નરકાસુર નો કર્યો વધ છોડાવી સોળ હજાર કન્યાને
અને અપીયું પતિ નું સ્થાન અને વ્હાલે બનાવી સોળ -સોળ
હજાર પટરાણી રે અને શ્યામ કાળા રૂપ રંગ વાળા એ કર્યા બધા ને
મૃગબંધ રે ......
ભાગવત પુરાણ ને વિષ્ણુપુરાણ અને મહાભારત કે ભગવતગીતા ના
પાઠમાં આપિયું જ્ઞાન વ્હાલે રે ..
ગોવર્ધન ને આંગળીમાં લગાવીને બચાવ્યુ મથુરાને ..
મથુરા ની ગલીમાં અને વૃદાવનની શાન માં બધા બોલે કે
"શ્રી ક્રિષ્ના ,હરિ બોલો ,મોહન બોલો ,ગોપાલ બોલો ,કે બોલો
હરિ -હરિ ......."
નેહલ આહીર