Gujarati Quote in Book-Review by Vrajesh Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નીરજાભાર્ગવ

ગુજરાતી સાહિત્યના આયુષ્યમાં હંમેશા પ્રેમ, વિરહ, ભક્તિ , બહારવટિયા, ભણતર, આત્મકથા, નવલિકા, નિબંધ, પ્રવાસવાર્તા તમામ પ્રકારના પુસ્તકો કે નવલકથા ને સ્થાન મળ્યું છે. પરંતુ તથાકથિત સમયમાં ગુજરાતી થ્રીલર પર પ્રશ્નો ઉદ્ભવેલા!

તે તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન અને ઉત્તમકોટીના સાહિત્યકાર (વ્યક્તિગત રીતે મારી સૌપ્રથમ પસંદ) એવા #ashwinibhatt સાહેબને આ કલંક દૂર કરવાનો શ્રેય જાય છે.

#આયનો #આશકમાંડલ #ઓથાર #કમઠાણ #કરામત આ તમામના રચયિતા એટલે અશ્વિની ભટ્ટ.

ને એમાં નીરજાભાર્ગવની વાત કરુને તો એક જ શ્વાસે અને એક જ બેઠકે પૂરું કરવા તમને મજબુર કરીદે તેવું પુસ્તક એટલે નીરજાભાર્ગવ.

રાજગઢ જે રાજસ્થાનનું નાનકડું ગામ, તેના સ્ટેશનમાસ્તર ને તેમની દિનચર્યા અને નિરજાનું આગમન (અદ્ભૂત રીતે વર્ણવેલું ), ઇન્ટરપોલ અને લોકલ પોલીસનું કનેક્શન, ડબલરૉલ આ તમામ વસ્તુઓનું સંચયન આ પુસ્તકમાં થાય છે.

સ્ટેશનમાસ્તરની દિનચર્યાથી શરૂ થઈ તેમના દવાખાનાવસ્ત સ્થિતિ સુધીની રોમાંચક મુસાફરી એટલે નીરજાભાર્ગવ.

શરૂઆતમાં આ પુસ્તક સાપ્તાહિકના નાના લેખો થકી લોકોની પસંદ ઘણા સમય સુધી રહેલું, આખરે જ્યારે પુસ્તક રૂપે પ્રકાશિત થયું ત્યારે વાંચન ઉત્સુક માણસોને અઠવાડિયા સુધી જોયેલા પ્રશ્નોની રાહમાં રાહદારી મળેલી.

ફિલ્મીવાર્તા કરતા પુસ્તકની વાર્તા ઘણા અંશે સારી હોય છે. કૅરૅક્ટરનું વર્ણન એટલું તાદ્રશ્ય છે કે આપણી સમક્ષ ઉભા થતા હોય તેવો ભાસ થઈ જાય અને વાર્તા આપણા આંખની સમક્ષ રચાતી હોય તેવો આનંદ મળે છે.

જો ગુજરાતી વાંચકોને થ્રીલર વાંચવી ગમતી હોય તો સારા ગુજરાતી શબ્દો, વર્ણન અને વાર્તાના ત્રિવેણી સંગમ થતા આ પુસ્તક નીરજાભાર્ગવ ને વાંચવા જેવું ખરું.

ગુજરાતી સાહિત્યમાં આવા થ્રીલર પુસ્તકોનો તડકો લગાવવા બદલ અશ્વિનીભટ્ટ સાહેબનો આભાર🙏
.
.
.
#નીરજાભાર્ગવ #neerjabhargav #આયનો #આશકમાંડલ #ઓથાર #કમઠાણ #કરામત #અશ્વિનીભટ્ટ #ashwinibhatt #nirjabhargav #aayno #kamthan #karamat #thriller #adwaitshabdam #vrajeshable

Gujarati Book-Review by Vrajesh Patel : 111497516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now