ક્યાં સુધી બીજાનું કહ્યું કર્યા કરીશ?
ક્યારેક પોતાનું સાંભળી તો જો..
ક્યાં સુધી બીજાના રસ્તે ચાલીશ?
ક્યારેક પોતાના રસ્તે ચાલી તો જો..
ક્યાં સુધી અનીતિ, બેઇમાની થી કમાયા કરીશ?
ક્યારેક નીતિ,ઈમાનદારી થી કમાઈ તો જો..
ક્યાં સુધી ડરી-ડરી ને અત્યાચાર સહન કરતો રહીશ?
ક્યારેક નિડર થઈને જુલ્મ નો સામનો કરી તો જો..
ક્યાં સુધી લોકોના ડરથી પોતાના શોખ છુપાવી રાખીશ?
ક્યારેક લોકોને ભૂલી પોતાની મસ્તીમાં જીવી તો જો..
✍Mp