Gujarati Quote in Romance by Mital

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક તરફી પ્રેમ પણ કંઈક એવો હોય છે
ઉમ્મીદ નથી હોતી પ્રેમ પામવાની
તો પણ ઇન્તેઝાર તો એનો જ હોય છે

દરેક પળમાં આવનારો  ખયાલ પણ એ જ હોય છે
કરે દિલ કોઈ સવાલ તો જવાબ પણ એ જ હોય છે

દિવસ નો કોઈ પણ પહર એવો નથી હોતો જેમાં એની યાદ ના હોય
રાત એક પણ એવી નથી ગુજરતી જેમાં એનો ખ્વાબ ના હોય

મળવાનું તો ક્યારેય થતું નથી પણ સપનાઓ માં મળી લેવાય છે
ના msg માં ના call માં થાય છે પ્રેમભરી વાતો
પણ દિલની વાતો શાયરીઓમાં કહી દેવાય છે

એમાં પણ ધ્યાન રાખવું પડે છે ક્યાંક એમનું દિલ ના દુઃખી જાય
ક્યાંક ગુસ્સો આવી ગયો એમને તો અમારો number block ના થઇ જાય

દિલ તડપતું પણ હોય છે હરપળ એમને યાદ કરતુ પણ હોય છે
એમને તમારો વિચાર પણ નથી હોતો અને દિલ એમના પ્રેમ માટે  તરસતું પણ હોય છે

દિલના દરિયામાં સપનાઓ ના કમળ ખીલવીએ છીએ
અને એમની યાદ આવે છે તો કવિતા લખી નાખીએ છીએ

વિના વરસાદે એમની યાદોમાં ભીંજાઈએ છીએ
એવો ખુબસુરત છે એહસાસ પ્રેમનો કે સપનાઓમા પણ એમના પ્રેમની ખુશ્બુ અનુભવીએ છીએ
                           -મિતલ 

Gujarati Romance by Mital : 111492124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now