યુવાનીના ઉંબરે કદમ શું મુક્યા
તેવર અમારા બદલાઈ ગયા
ટૂંકી ચડ્ડીની જગ્યાએ પેન્ટ
સ્લીપરની જગ્યાએ બુટ
ખમીશને પણ પેન્ટમાં નાખવું
વાળ ઓળવાની સ્ટાઇલ
વારે વારે અરીસામાં જોઈ
કાંસકીને વાળમાં ઘુમાવતા
યુવાનીના ઉંબરે કદમ શું મુક્યા
તેવર અમારા બદલાઈ ગયા
લિસા ચહેરા પર હવે
મૂછના દોરા ફૂટવા માંડ્યા
દિલના ખૂણે કાંઈ સળવળતું
અચાનક કોઈ ગમવા માંડ્યા
સાઈકલની પરવા ક્યાં હવે
કિક મારી ફટફટિયાની સવારી
યુવાનીના ઉંબરે કદમ શું મુક્યા
તેવર અમારા બદલાઈ ગયા
#જુવાન