તારા વગર
સાવ સુનુ સુનું ઘર છે, તું અને તારા પ્રેમ વગર,
બસ જીવી રહ્યો છું, તારી પ્રેમભરી યાદોના સહારે,....
મોસમનો પહેલો વરસાદ શરુ થયો તારા વગર,
તારી એક કપ ચા આજે, તારા વગર રહી હોટેલના સહારે,....
ચુપકીદી છવાઇ ગઈ છે, મારા કાનોમાં તારા વગર,
તારી વાતો નો રણકાર આજે, તારા વગર છે સંગીતના સહારે,...
આખો માં અજંપો છવાઈ ગયો છે તારા વગર,
સામે તારું ન હોવું આજે, તારા વગર હું ટીવીના સહારે,...
જીત ગજ્જર