મૃત્યુ
આફતોને ટાળવાની છે હવે,
જિંદગીને માણવાની છે હવે.
આવશે સામે ફરી જો જીતવા,
આખરે તો મારવાની છે હવે.
ઘા ઉપર મીઠા મલમ જે ચોપડે,
પ્રેમથી ના પાડવાની છે હવે.
બંદગી ફળશે કદી મારી અહીં,
સાફ નિયત રાખવાની છે હવે.
રોજ રડતો ખાનગીમાં એકલો,
ભૂલ એની બાળવાની છે હવે.
દાખવી હિંમત અમે થાશું અમર,
સરહદો સંભાળવાની છે હવે.