ગઝલ
ભક્ત છે પૂજાની પાસે
ભક્ત છે પૂજાની પાસે,
કાનુડો મીરાંની પાસે.
એકલો છે સૂર્ય તેથી,
રહે છે તે ઊર્જાની પાસે.
છે બધાની પાસે આંખો,
ઊંઘ બહુ ઓછાની પાસે.
એ જ ઇચ્છુ હું હંમેશા,
હોય જે બીજાની પાસે.
વૈદ્યની સાથે દવા છે,
રોગી છે દુવાની પાસે.
માપસરનાં દર્દ જગમાં,
છે જુદા જુદાની પાસે.
રાહી જ્યાં બેસી ગયો છે,
મંજિલો જૂતાંની પાસે.
બૉટલોની જોડે માંગવું
કશું નથી પ્યાલાની પાસે.
દેવતા જેવા સંબંધો,
છે સમજ સીતાની પાસે.
પાત્ર ભજવી લઉં ઝડપથી,
ઊભું કોઈ પડદાની પાસે.
દેવતાઃ દેવી; દેવ; અગ્નિ; દેતવા; અંગારા