મ્હેક હશે માટીમાં, ટીપે ટીપે વરસાદ હશે,
સમજાય ન સમજાય ભલે પંકજ અનુભવ હશે.
શૈશવનું સ્મરણ થૈ ભરતી યાદોની ફોજ હશે,
તળેટી સુધી ચાલો મિત્રો, તે પંકજ ખોજ હશે.
આપણે પીછાં સમ છૈ એટલે ઓછો બોઝ હશે
બાલિશ કિલ્લોલ કરી માત્ર સત્યની ખોજ હશે.
માહોલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે
રખે દેખાય ન દેખાય કાયમ પંકજ અનુભવ હશે.
#ભીનું