જમીન ખોદી ને ખજાનો નીકળ્યો,
સાચવીને સંઘરેલો કોઈનો પરસેવો નીકળ્યો,
કોઇએ આવી હલાવ્યો મને,હસતો જોઇ,
અડીયલ ખરો પણ એક જણ પોતાનો નીકળ્યો.
માપી જોયો ભરબપોરે મારો પડછાયો,
હું તો મારાજ પગ નીચે ધરબાયેલો નીકળ્યો.
એનાં અને મારાં સંબંધોમાં અટવાતો રહ્યો,
ને એતો સાલો પ્રેમમાં કારીગર નીકળ્યો.
krishu.