કંઈક કહેવા માગું છું
ઓય સાંભળને
કંઈક કહેવા માગું છું
તારા હૃદયના દરેક ધબકારમાં
હું રહેવા માંગુ છું
દોસ્ત તો હતા જ આપણે
આ સંબંધને આગળ વધારવા માંગુ છું
હૃદયમાં છુપાયેલી છે ઘણી વાતો
ક્યારેક એકાંતમાં સંભળાવવા માંગુ છું
ક્યારેક તો બહાનું કાઢીને મળ
કેટલો પ્રેમ છે એ જણાવવા માંગુ છું
તારી મનગમતી વાનગી
મારા હાથેથી ખવડાવવા માંગુ છું
રિસાઈ જાને ક્યારેક
તને મનાવવા માંગુ છુ
હંમેશા માટે મારી થઇ જ
એવી બનાવવા માંગુ છુ
જાણી તો લીધી છે તને
પણ હવે પામવા માંગુ છું
લોકો માટે જિંદગી અલગ હશે
પણ હું તને મારી જિંદગી બનાવવા માંગુ છું