ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એક બીજા પર તૂટી પડીએ,
એક બીજા પર દાદા ગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એક બીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એક બીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ પાંખી થશે,
ત્યારે, એક બીજાને એક બીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એક બીજાના પગનાં નખ કાપવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ,
એમ કહીને એક બીજાને છેતરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
સાથ જયારે છૂટી જશે, વિદાય ની ઘડી આવી જશે,
ત્યારે, એક બીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.💕