મિત્રતા અે કેવી ગઝબ ની હતી એમની
છૂટશે કદી ના દોરી એવી વાત હતી એમની
હજુ ક્યાં દૂર થયા છીએ સુધારી શકે
બગડેલ બાજી ને ફરી પલટાવી તું શકે.
અંતર વધે તો વાત નહિ થાય, રહેલી લાગણી
બરફની માફક જો જે પીગળી ના જાય
હતો સંબંધ એવો કે કોઈ થી તૂટે જ નહિ
થયું શું કે અે સંબંધ મૃગજળ સમાન થયો.