જિંદગી તારા આ કટાક્ષે બહુ હસાવ્યો છે મને,
કે જે મારા હતા તેણે જ બહુ રડાવ્યો છે મને
પીડા અત્યંત હતી છતાં કોઈને કહી ન શક્યો,
જેને મેં પ્રેમ આપ્યો તેણે જ બહુ સતાવ્યો છે મને
દિલથી નફરત કરી હોત તો ક્યાં તકલીફ હતી
આ તો પ્રેમનું નામ આપી બહુ તડપાવ્યો છે મને
બિછાવ્યા હતા જેમણે કાંટા જ મારા જીવનમાં,
આજ અંત સમયે તેમણે ફૂલોથી સજાવ્યો છે મને
બસ એટલે જ મન ન થયું કબરથી પાછા ફરવાનું,
કે મારા પ્રિયજનોએ જ ત્યાં વળાવ્યો છે મને
"અજ્ઞાત કવિ "
#અત્યંત