સફળતા ના મળી ૬૨ માં ચીન સાથ,
બરબાદ દેશ, ધણું ગુમાવ્યા નો થાક!
ના બોલી શકયા ના ગુમાવ્યા માં રોયા,
અઘટિત ધટના થી ના બોધ લઈ શકયા.
આજ ફરી રાહ વિસ્તાર વાદ ની ચાલી,
ફરી શહીદી ને વહોરી, ફરી યુધ્ધ દ્વારે!
આજ નવી આશા, ઉન્નતિ કરી છે દેશે,
સામું જોતા ચીન સળગી ને ખાક થશે!
ઉન્નતિ ના દ્વાર થી શૌર્ય આજ લલકારે,
તારા સપના ને ચકનાચુર જવાન કરશે!
ફરીથી સામું જોવા નું સાહસ ના કરતા,
તારા ને મારા દેશ મા હવે અંતર રાખજે.
આજ અસ્તિત્વ ની લડત દેશ લડે છે,
જવાનો, દેશ આજ આપ સાથ ખડો છે.
જીજ્ઞેશ શાહ