પ્રેમની વાર્તા જો તારી સાથે કરવા ની હોય
તો દિવસ ના આઠેય પ્રહર ઓછા પડે..
લટાર મારવા જો તારી સાથે જવાનું હોય
તો ધરતી ના દરેક ખુણા ઓછા પડે..
કાંઈક જો તારા વિશે લખવુ હોય
તો લાખો કાગળ ને શાહી પણ ઓછા પડે..
સમય જો તારી સાથે વિતાવા નો હોય
તો હજારો lockdown પણ ઓછા પડે..