તું મળી એટલે મારી ઉન્નતિ થઈ હોય તેવું લાગે,
તારી સાથેની મુલાકાત જાણે સ્વર્ગ મળ્યું હોય તેવું લાગે,
એ મુલાકાત થી મન બેચેન રહ્યું હોય તેવું લાગે,
તારી સાથે જ મારી જિંદગી જોડાઇ હોય તેવું લાગે,
તારો સાથ મળતા મારી એકલતા દૂર થઈ હોય તેવું લાગે,
તારા જ કારણે હું અહી પહોંચ્યો હોય તેવું લાગે,
તારી જ યાદ દિલો દિમાગ પર છવાઈ હોય તેવું લાગે,
સાચું કહું તો તારા જ કારણે મારી ઉન્નતિ થઈ હોય તેવું લાગે.
જીત ગજ્જર
#ઉન્નતિ