Gujarati Quote in Blog by Ashok patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

वक़्त से दिन और रात, वक़्त से कल और आज
वक़्त की हर शै गुलाम, वक़्त का हर शै पे राज ।

અત્યંત ખરાબ સમય ચાલી રહ્યો છે
લોકડાઉન ને લીધે 75% ધંધા રોજગાર પડી ભાંગ્યા છે બીજી તરફ કોરોના ના કેસ વધી રહ્યાં છે
મિડલ કલાસ ની ધીરજ અને સહન શક્તિ જવાબ માંગે છે , સરહદ પર તનાવ છે એક તરફ ભારતીય સૈનિકો જીવ પર આવી ને ભારત ની શાન
બરકરાર રાખે છે તો બીજી તરફ ધર્મ ના નામ પર
તકરારો ચાલે છે. કોઈ પોતાનું અસ્તિત્વ બતાવવા મારા મારી કરવા દોડે છે તો કોઈ અસ્તિત્વ બચાવવા જીવ પર આવી ને લાબું અંતર ચાલે છે
ફક્ત શરીર થી કામ કરતા મજદૂરો કે સેલ્સમેનો ને
દુકાનો કે ફેક્ટરી ઓ માંથી છુટા કરવામાં આવે છે
નાના ફેરિયાઓ કે રાત્રી વ્યાપાર કરતા નાસ્તા વાળા ઓ ને ત્યાં હવે ભૂખ ખુદ ગ્રાહક બનીને ડિમાન્ડ કરેછે સરકાર મજબૂર છે .
સૈનિક ના પરિવાર નો કોઈ ભાવ પૂછતું નથી
વૃદ્ધઓ હવે ઘરમાં રહી ને કંટાળી ગયા છે બાળકો
આઉટ ડોર રમી શકતા નથી મોબાઈલ માં ગૂંચવાતા જાય છે સૌથી ખરાબ સ્થિત સ્ત્રીઓ ની છે
કોઈ રજાઓ મળતી નથી ઘરકામ ઊલટાનું વધી ગયું છે બાળકો - વૃદ્ધઓ ને મેનેજ કરવા અઘરા થઈ પડે છે પરિવારો માં ઝઘડાઓ વધી રહ્યાં છે
ઘર ના મુખ્ય સભ્ય ને psychiatric માનસિક ડૉક્ટર નો રોલ ભજવવો પડે છે
ઉનાળામાં માં બફાતા ઘરમાં પડ્યા રહેવું પડે છે
આટલું ઓછું હોય ત્યાં ભૂકંપ પણ ગુજરાત ને ધ્રુજાવે છે

ઉનાળાની રાત્રે કોઈ ફરવા જઇ શકતું નથી ઘરમાં વૈમનસ્ય થાય છે
બાળકો સ્કુલ ફ્રેન્ડ ને મળી શકતા નથી, online
શિક્ષણ લગભગ ફેઈલ ગયું છે
પ્રાઈવેટ ટીચર્સ ની પણ હાલત ખૂબજ દયનિય છે
online ભણાવવા નું છે પણ પગાર ક્યારે મળશે કોઈ ઠેકાણાં નથી કોમ્પ્યુટર ક્લાસીસ - સ્પોકનઇંગ્લિશ કલાસીસ - કેટરીંગ વાળાઓ
ને અનલૉક -1 માં કોઈ સ્થાન મળ્યું નથી

કોરોના ને સમાંતર આત્મહત્યા ઓ થાય છે જેની ખાસ નોંધ લેવાતી નથી

આમ છતાંય કેટલીક સંસ્થા ઓ કે કેટલાક લોકો ખુબજ સારું કાર્ય કરી રહ્યાં છે SONU SUD
જેવા લોકો ભગવાન બની ને આવ્યા છે

સમય ને પસાર થવા દેવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી
ધીરજ, હિંમત,મહેનત ની સાથે મન પરનો સંપૂર્ણ કન્ટ્રોલ વડે વધુ આફતો માંથી બચી શકાય

એકજ પ્રાર્થના કરી શકાય

ઇતની શક્તિ હમેં દેના દાતા..
મન ક વિશ્વાસ કમજોર હોના

-આલેખન આકાશ પટેલ મોરબી

Gujarati Blog by Ashok patel : 111479347
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now