#અનન્ય
આ જગત માં માણસ સિવાય પહાડ, ઝરણાં, દરિયો, નદીઓ, રંગબેરંગી ઝાડપાન, પશુપંખી, જીવજંતુ, એવું કેટલુંય અનન્ય ભરેલું છે.
પણ માણસ બધા થી અનોખો છે. ઉપર વર્ણવ્યું એ બધું માણસ માં પણ હોય છે. કયારેક માણસ દરિયા જેવો બને છે તો કયારેક પહાડ જેવો મક્કમ તો કદી નદી. કયારેક વહેતા ઝરણાં જેવો બને છે. કદીક રંગીન બને છે તો કોકવાર પશુતા પણ આચરે છે. કેટલી ઢોકરો ખાધા પછી આ કોરોના ને કારણે પોતાને જંતુ તુલ્ય પણ માની બેસે છે.
એટલે દરેક માનવી માં અનન્ય તા ભરેલી છે.