કેટલો રોમાંચક આ જીવતર નો મેળો
કયાક મજા તો તો ક્યાંક મોત નો છે કૂવો
સુખ દુઃખ ના ઝૂલા આકાશ ને અડતા
તો પડતીના પાટુ એ પાતાળ ખંગાળતા
મસ્તી ભરી આંખો કે આંસુ ના છમકલા
મોજ ની ખોજ મા અંધારા ઉલેચતા
રોજ રોજ રોમાંચ થી ઉભરાતા છલકાતા
જીવન ની દોર પર સમતોલન સાધતા
જીવન ના મેળા માં રોજ રોજ નાચતા
કેટલો રોમાંચક આ જીવતર નો મેળો
કયાક મજા તો તો ક્યાંક મોત નો છે કૂવો
#રોમાંચક