જ્યારે અમે નાના હતા ત્યારે મને યાદ છે કે બાળપણમાં મારી બાને કોઈ કંઈ કહે તો એમની સાથેનું અમારું વર્તન બદલાઈ જતું. પછી ભલે એ અમારા નાની કેમ ન હોય ! કારણ કે દરેક બાળકને તેની માતાથી વિશેષ કોઈ નથી હોતું. તેનું સર્વસ્વ તેની મા જ હોય છે. પરંતુ , આજે જ્યારે શહીદો ની વાત સાંભળી ત્યારે આ વાત લખવાનું મારું માત્ર એક તાત્પર્ય છે કે "ભારત" એ આપણી માતૃભૂમિ પર બીજા પાડોશી દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાન થી આપણી જાહેર જનતાને આટલો લગાવ કેમ છે? કોરોના વાયરસ આગમન બાદ પણ હજી ઘણા મૂર્ખ માણસો ચીનની app ને delete નથી કરતા. ક્યાં ગયો તમારો માતૃપ્રેમ કે શું તમે મૂર્ખ લોકો અનાથ છો ? આ ભારતભૂમિના સપૂત નથી ? શું tiktok કે Helo વગર અધુરૂ રહી જાય છે ? કાંઈ બની શકે તેટલી પરેજી રાખીને આપણે સૌ સાથે મળીને તેને અવગણીએ તો આપણા ભારત દેશ થી થતી તેમની આવક ને આપણે રોકી શકીએ અને આપણા માતૃભૂમિની રક્ષા કાજે જે જવાનો છે તેને સુરક્ષિત કરી શકીએ .
મારી આપ સૌને એક જ વિનંતી છે કે પ્લીઝ બંધ કરવો ચાઈનીઝ એપ અને આપણા દેશની સુરક્ષા માટે આટલો જ સહયોગ પણ ઘણો છે.
આજરોજ શહીદ થયેલા વીર જવાનોને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ જય હિન્દ જય ભારત 🙏