Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વાતોડિયું

દીપ ટ્યુશન ક્લાસીસમાં કે તેના પરિસર માં કોઈને પણ ભેટ લેવા પર કે ભેટ આપવા પર પ્રતિબંધ હતો. ક્લાસીસના દરેક રૂમમાં અને પરિસરમાં કેમેરા ફીટ કરેલા હતા. કેમેરા દ્વારા ક્લાસીસના શિક્ષકો પર કે ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓ પર ક્લાસીસના સંચાલક દવે સરની ચાંપતી નજર રહેતી.

પલાશની વાત કરીએ તો પલાશ બંગાળી હતો. શહેરમાં રહીને જીવવિજ્ઞાનની કોઈક શાખામાં પી.એચ.ડી કરતો અને દીપ ટ્યુશન ક્લાસીસમાં જીવવિજ્ઞાન ભણાવતો. સ્વભાવે ખૂબ વાતોડિયો અને જીવવિજ્ઞાનની સાથે સાથે બીજી ઘણી બધી બાબતોમાં એની જાણકારી અદભૂત હતી આથી વિદ્યાર્થીઓને પણ ભણવામાં મજા પડતી. પ્રશસ્તિ પલાશની વિદ્યાર્થીની હતી અને જીવવિજ્ઞાનમાં સાવ કાચી હતી. પ્રશસ્તિની મમ્મી પ્રિયાને પલાશની લોકપ્રિયતાની જાણ હતી. આથી જ તો તેણે પ્રશસ્તિ માટે જીવવિજ્ઞાનના શિક્ષક તરીકે પલાશની પસંદગી કરી હતી.

પ્રશસ્તિના જન્મદિવસે પલાશે પ્રશસ્તિ ને એસાઈનમેન્ટ ચેક કરવાના બહાને રૂમ નં. પ માં બોલાવીને ભેટ આપેલી જે કેમેરામાં ઝડપાઈ ગયેલ.

એ તો સારુ હતુ કે પ્રશસ્તિએ ભેટની વાત પહેલી ઘરે આવીને પોતાની મમ્મીને કરેલી. હવે એ ભેટ ગમે તે ભોગે બીજા દિવસે પાછી પલાશને આપી દેવી એવું પણ પ્રિયાએ પ્રશસ્તિ ને કહેલું.

પણ દવે સર જેનું નામ. પલાશને તો દવે સરે તાબડતોબ પોતાની કેબીનમાં બોલાવીને પાણીચું પકડાવી દીધું. હવે વારો આવ્યો પ્રશસ્તિ નો . પ્રશસ્તિની મમ્મી પ્રિયાનો ફોન ભર બપોરે રણકી ઊઠ્યો. મોબાઇલની સ્ક્રીન ઉપર "દવે સર "વાંચીને મક્કમ મન રાખ્યું હોવા છતા અવાજ માં ધ્રુજારી સાથે પ્રિયાએ ફોન ઉપાડયો.

Gujarati Story by Vihad Raval : 111476019
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now