કોરોના સંકટનો હજુ વધુ ઘેરો અણસાર લાગે છે,
અંતિમ ધામે જુવો કેટકેટલી લાશનો ઢેર લાગે છે.
કડક વલણ દાખવશે નહિ તો મોતનો તરખાટ છે,
'વાતોડિયું' સરકારને જુવો હજી મજાક લાગે છે.
ઊંચા મેહેલો થઈ ગયા છે ખંડિત ખંડેર દોસ્તો ,
માનવને હવે ડગે ડગે મરણનો આભાસ લાગે છે.
ધરતીના પ્રદૂષણનો માનવ વિકાસ વિકસ્યો છે,
પૃથ્વિનો પ્રકોપ જુવો ભૂકંપનો આંચકો લાગે છે.
પથ્થરો ફેકી માનવે જળના વલયો વિસ્તર્યા છે,
આ રૂઠેલી કુદરતથી તીખા પાણીનો માર લાગે છે.
પાનખરમાં વૃદ્ધ પાનનું ખરવું વિધાતાના લેખ છે,
અકાળે કૂંપળને પણ કેમ વસંતનો ભાર લાગે છે?
કોરોનાકાળ માં ભગવાનને આજીજી કરે છે સૌ,
ભુતકાળે વધસ્થંભને પણ ઈશુંનો ભાર લાગે છે.
#વાતોડિયું