ગંજીપાની બાજીના પાના મૂક બધિર છે
રેરે ભૂખ્યો છે ગુલામ ને રાજા અમીર છે
ગરીબોનું સપનું હવે તો સપનું રહી ગયું
લોનમા ડૂબેલું ઝૂંપડું ને મન પણ ફકીર છે
તરસતી નજરથી તેણે સજાવી દુલ્હન છે
પાનેતરમાં કિસ્મતે ખેંચી કાળી લકીર છે
સરકાર કરે છે કંઈક, બધા ગરીબ માટે સાચું,
સૌને ખબર છે આ ઝરણું ઝાંઝવાના નીર છે
ઉંઘણસી સરકારના રાજા રણછોડ છે.....
શબ્દ સમજ -
મૂક બધિર - બહેરા મુંગા
ગંજીપા - 52 પાનાની કેટ
લોન - મકાન સામે પૈસા ઉધાર લેવા
ઝાંઝવાના નીર - મૃગજળ, તપતી રણ ની રેતીમાં પાણી જેવું દેખાતો આભાસ
#ઉંઘણસી