મૃગજળ
_______
ગગનચુંબી ઇમારત તળે હતો એક પામર ખડો,
ઉપર જોઈ આશ કરતો ક્યારે ભરાઈ આ કિસ્મત નો ઘડો,
ઉપર ચઢી રોશન બનવાની હોંશ ઘણી,
નથી ચડવા ની હામ તણી,
કિસ્મત નું પાંદડું ફરી ગયું,જાણે ઈશ્વરે મન નું સુણ્યું,
બીજે માળે પ્રયાણ થયું પણ આતો મનડું મુંજાય ગયું,
હવે તો નીચે ઉતરાય ના,ઉપર ચડે તો કામ થાય ત્યાં.
હવે તો કિસ્મત ચડતું ગયું,હવે તો ટોચ પર પહોંચી ગયું,
શરાબની તો રોશની બની,નિર્મળ પ્રેમ જગ્યા એ વાસના અહીં,
સૂર્ય તો અંગારો હતો,સમુદ્ર અહી તોફાની હતો,
નીચે થી કોઈ તરસી નજરે ઉપર જોતો,ઉપર થી જોઈ નીચે કહેતો,
આ ગંદકી ભર્યા તળાવ કરતા પેલું સુકુ રણ સારુ.
..