#શીખવુ
જિંદગી પાસે થી જે શીખવા મળે છે ને એ દુનિયાનો કોઈ શિક્ષક કદાચ ક્યારેય શીખવી શક્તો નથી
" અરે!!! હું આ ભૂલી ગઇ, પેલુ ભૂલી ગઇ
હે , જિંદગી શું હું શીખતા જ ભૂલી ગઇ?
શીખવું અને આગળ વધવું એ બે જ વિકલ્પો છતા
શું હું પાઠ ભણતા ભૂલી ગઇ?
શીખવાડ્યું તે પળે પળે મને
પણ હું એ પળ ને ઓળખતા જ ભૂલી ગઇ?
ક્યાં ઉંમર નો બાધ છે ખબર છે મને
પણ હું તો હવે બહુ મોડુ થયુ કહી,
શીખવાનો મોકો ઝડપતાજ ભૂલી ગઇ?
કહે છે કે સોં શિક્ષક ની ગરજ સારે છે માં
પણ હું તારા રૂપી હરતા ફરતા પુસ્તક ને
વાંચતા જ ભૂલી ગઇ?
ઘણી વખત કુદરતે એંધાણ આપ્યા પણ આપ્યા છે
મને કે શીખી લો હજી મોડુ નથી થયુ
પણ હું તો એ ઇશારો સમજતા જ ભૂલી ગઇ??
કહે છે કે જિંદગી ની છેલ્લી ક્ષણ સુંધી શીખી શકાય
હજી બાજી છે હાથ માં,
પણ જીવાય ત્યા સુધી શું હું જીવવાનું ભૂલી ગઇ??