સ્વપ્નમાં અતૃપ્ત ઈચ્છાના દસ્તાવેજો બનાવવાનું શીખીએ.
કાજળના આલિંગન ને ચાલકબળમાં ફેરવવાનું શીખીએ.
ઈચ્છાઓ પાપણના દરવાજે ટકોરા મારે છે, તેને ફળીભૂત કરી ઉન્નતિના શિખરો સર કરવાનું શીખીએ.
ભવિષ્ય એના માટે છે જે સ્વપ્નના સોંદર્યમાં વિશ્વાસ રાખે, આવો શાશ્વતીનો દરવાજો ખોલતા શીખીએ.
સ્વપ્ન અને વાત્સવ બેની વચ્ચે છૂપાયેલો છે આત્મવિશ્વાસ, આ આત્મવિશ્વાસને પરિશ્રમમાં ફેરવતા શીખીએ.
#શીખો #