બાળપણ માં ડગ ભરતા શીખ્યા
અનેક રમતો રમતા શીખ્યા
ભણતર નો ભાર ઝીલતા શીખ્યા
દોસ્તોની મહેફીલમાં મોજ માણતા શીખ્યા
યુવાનીમાં પ્રેમ કરતા શીખ્યા
વિરહના દર્દને ઝીરતા શીખ્યા
સંસારનું સુખ માણતા શીખ્યા
જિમ્મેદારીનો બોજ ઉઠાવતા શીખ્યા
ઘડપણે જ્યારે ઘેરી લીધો
એટલે,
ભગવાનને ભજતા શીખ્યા
#શીખો
........M.G.Gauswami