ખુદ માં છે ખુદા,
તું ખુદમાં ખુદાને શોધ.
બીજે તું ક્યાં જાય ઓ બંદા,
તું ખુદમાં ખુદાને શોધ.
માંગ મદદ તું ખુદ ની,
તું ખુદ માં ખુદાને શોધ.
ખુદાને પણ ખોજ છે તારા વજૂદ ની,
તું ખુદ માં ખુદાને શોધ.
તું સત્કર્મ કર,ધર્મ અનુસર,તુજ અંતર માં ખુદા ખુદ બોલશે,
તું ખુદ માં ખુદાને શોધ.
તારા જેટલા પણ ભેદ છે એ ભેદો હંધાય ખોલશે,
તું ખુદ માં ખુદાને શોધ.
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Poem by Writer Bhavesh Rawal : 111442489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now