પતંગ
તુ મારો પતંગ ને હું તારી ડોર
એમાં કંઇ મજા ન આવે
તુ ટોચ પર ને હું સદાયે મુસાફર
એમાં કંઇ મજા ન આવે
તુ સૌને દેખાય ને હું ધૂંધળી
એમાં કંઇ મજા નઆવે
અજાણ્યાથી કપાયેલા બંન્ને પડીએ
એમાં કંઇ મજા ન આવે
એવું કંઇક કર કે હું ને તુ સરખા
આમ તારું ને મારું બધું જુદું મજા ન આવે
- મનીષા
#પતંગ