તૂ મને નફરત કરીશ તોય હું તને જ મોહોબ્બત કરીશ..
ભલે હું તારા દિલમાં ક્યાંય ના હોઉં, મારા દિલમાં તો તૂ જ રાજ કરીશ.. હું તને જ મોહોબ્બત કરીશ..
તૂ ભલે મને નજરઅંદાજ કરે, મારો ચહેરો પણ નહિ જોવા માંગે, પણ હું તો તારા જ દીદાર ને તરસીશ.. હું તને જ મોહોબ્બત કરીશ..
તૂ વારે વારે મારું દિલ તોડીશ અને મારી આંખ માં આંસુ આપીશ, તોય હું તારા ચહેરા પર હસી દેખવા ચાહીશ.. હું તને જ મોહોબ્બત કરીશ..
મેં ક્યાં કીધું તૂ પણ મોહોબ્બત કર મારી સાથે, આ તો મને હતી એટલે તને જણાવી દીધું, હવે તૂ મારો પ્રેમ સ્વીકારે કે ના સ્વીકારે, હું નફરત પણ તારી સ્વીકારીશ.. હું તને જ મોહોબ્બત કરીશ..
હા, નહિ જતાવું પ્રેમ મારો હવે અને નહિ રડું યાદોમાં તારી, હવે આંખોમાં આંસુ છુપાવી હોઠો પર મુસ્કાન રાખીશ.. હું તને જ મોહોબ્બત કરીશ..
તું મારી શાયરી નહિ વાંચે કે કવિતા પણ નહિ સાંભળે, તોય મારા શબ્દોમાં તું જ હંમેશા રહીશ.. હું તો તને જ મોહોબ્બત કરીશ...