#શિકાર
ના કોઈ વ્યસન કે ના આદત હતી
તમને ચાહવાની જ સરાફત હતી
ના કદી કરી કોઈને ભલામણ હતી
તમારી સમક્ષ પ્રેમની વાત કરી હતી
રૂઆબી અંદાજ એ પહેચાન હતી
તમારાથી જ હૃદયને લાગણી હતી
મસ્તમોલા જેવી મારી જીંદગી હતી
તમારી સામે તે સાવ જ ફીક્કી હતી
શિકાર બની જાઉં એવી આંખો હતી
તમારી નજર તો દિલને આરપાર હતી
ના રોકાયા કદમ હવે તો ચાહત હતી
તમને પામવાની રબથી શિકાયત હતી
આ જીંદગી તારા વગર અધૂરી હતી
તુ જ મારી દુનિયાની સર્વ ખુશી હતી
બિંદીયા