રાણો
જન્મ લીધો જેણે કુંભલગઢ મહી,
એ વીર ની વાત મારે કેવી છે.
યુદ્ધનીતી અને નીડરતા જેના લોહી માં,
તેના સાહસ ની બે વાત મારે કેવી છે.
સાડા સાત ફુટ કાયા માં શોભતો,
સામે મીટ માંડવી ક્યાં જેવી-તેવી છે.
અકબરને ભરોસો સેના પર રાણા ને તેના સિના પર,
બસ આજ તફાવત ની પહેલી છે.
બહલોલ ને ચીર્યો અશ્વ ની સાથ,
એ ભાલા ની યાદી મારે દેવી છે.
મીટે પણ ઝૂકે નહીં મારો રાણો,
આવી ટેક ક્યાં કોઇએ ખેવી છે.
કરી શકે મારા રાણા નું દિવ્ય વર્ણન,
કોઈ કવિ ની ઔકાત ક્યાં એવી છે.
કવિતા- નરેન્દ્રસિંહ ગોહિલ (ઝાંખર)