તારા ગોરા ગાલે દડતું જળ બિંદુ,
ઝાકળ તો ઠીક,શુન્ય છે સૌ સિંધુ!
તારી આંખે ભીની વીરડી,રણ ભીનું
ઉપર તો શુષ્ક,ભિતરે છે ભીનું!
તારા હૈયે ઉચાટ તણા બંધ કિંતુ,
દ્વાર રહે ઠીક, ઊઘડે તો સિંધુ!
રોકી રાખો આ ભાવ તણી ભરતીને
આ તટ તો ઠીક,સૌ વહે, હું તું!
---- દેવાંગ દવે ©
એક જ શાયરી ને લઈ બીજી ગઝલ બીજા જ ભાવમાં