હવે દૂર ના જઈશ
અંધકારમાં શગ જલાવી, હવે દૂર ના જઈશ.
ચકોરને ચાંદ બતાવી, હવે દૂર ના જઈશ.
મને તો આદત છે મૃગજળ બતાવવાની,
તું રણમાં ફૂલ ઉગાડી, હવે દૂર ના જઈશ.
રઝળપાટો કરી કરી ભટકીને થાકયા,
પથિકને માર્ગ બતાવી, હવે દૂર ના જઈશ.
હાથ આ અમારો નહીંતર કોણ ઝાલે ?
જીવન સંગાથી બનાવી, હવે દૂર ના જઈશ.
- જતિન
#Feel