ઓ નાનકડી ખિસકોલી
જોઇ તારી ક્રીડા, લાગે છે મને બહુ ખુશાલિ
તું કેટલી ચંચલ છે ઓ નાની ખિસકોલી.
તારી દૌડમ દૌડ જોઇ જાગે મનમાં ઉત્સાહ
તારી કુદાકુદ જોઇ બાળકો કરે વાહ વાહ;
જયારે તુ કુદે ડાળી ડાળી અને પાળી પાળી.
રામજી ની તું છે અતિ પ્રિય, બહુ વાહલી.
ઓ નાનકડી, કરજે તું, મારું એક મોટું કામ
છુપાવી દાણા, ઠળિયા, ઉગાદ્જે ઝાડ, લઈ ને રામ નુ નામ.
Armin Dutia Motashaw